સંતવાણીની મોજ -ગુજરાતી ભજન – વાડી માંયલો લીલો ગાંજો
એ ગાંજે કીધા રે ઘેલા તુર વારી જાવું,
વાડી ર માયલો લીલુડો ગાંજો ….. ટેક
જોગી પીવે કોઇ ભોગી પીવે,
કોઇ પીવે હોશિંયાર વારી જાવું,
વાડી માયલો લીલુડો ગાંજો…. (1)
મોર બોલે બપૈયા બોલે,
વનમાં બોલે જીણાં મોર વારી જાવું,
વાડી માંયલો લીલુડો ગાંજો …. (2)
અલખ નિરંજન અલખ નિરંજન,
અલખ નિરંજન અલખ નિરંજન,
વાડી માંયલો લીલુડો ગાંજો ….. (3)
ઢોલ નગારાને નોબત વાગે,
બંસરી વાગે ઘેલી તુર વારી જાવું,
વાડી માંયલો લીલુડો ગાંજો ….. (4)
જય ગિરનારી જય ગીરનારી,
સંતો બોલે જય ગીરનારી વારી જાવું,
વાડી માંયલો લીલુડો ગાંજો ….. (5)
નમઃ શિવાય ઓમ નમઃ શિવાય,
નિત નિત ગુણ તેરા ગાવે નથુરામ,
પ્યાલો પીધો છે ભરપુર વારી જાવું ,
વાડી માંયલો લીલુડો ગાંજો …. (6)