BHAJAN – KIRTAN
KIRTAN:12
KEM BHULAY NAM BHAGWAN NU RE…..
કેમ ભુલાય નામ ભગવાનનું રે……..
સત્સંગ કિર્તન
કિર્તન માળા ગુજરાતી
કેમ ભુલાય નામ ભગવાનનું રે,
મને આનંદ થાય નામ બોલતા રે
મારે હૈયે હરખ નવ માય,
કેમ ભુલાય નામ ભગવાનનું રે….
જેણે સૃષ્ટ્રીમાં મુજને મોકલો રે,
વળી દિધો મનુષ્ય તણો અવતાર,
કેમ ભુલાય નામ ભગવાનનું રે….
બળ,બુદ્ધિ,ને વિદ્યા બહુ આપીયા રે,
સાથે રમવાને ફુલડા અપાર ,
કેમ ભુલાય નામ ભગવાનનું રે….
કેમ ભુલાય નામ ભગવાનનું રે….
પવન પાણી અંજવાળું પ્રભુ મોકલે રે,
ધરતી પેટે ઉગાડે અન્ન,
કેમ ભુલાય નામ ભગવાનનું રે….
રામકૃષ્ણને શિવ તમે બોલજો,
નામ કેરો છે મહિમા અપાર ,
કેમ ભુલાય નામ ભગવાનનું રે….
કેમ ભુલાય નામ ભગવાનનું રે…
SANTVANI KIRTAN,SANTVANI DHAM,સત્સંગ-કિર્તન