NARAYAN BAPU NI SAKHI
SAKHI:39
SANTVANI SAKHI
સંતવાણીની સુંદર સાખી
સાખી સંતવાણીની
નારાયણ સ્વામિની સાખી
(1)
મીઠો લાગ્યો કચ્છડો,મીઠી લાગી કચ્છની વાણી,
ચપલેશ્વર મહાદેવનાં પ્રાંગણ ઉજાગર કરી સંતવાણી.
(2)
સાત સુરોની સંગમાં,નારાયણ રંગાણા રંગમાં,
રાગ રમ્યો અંગે અંગમાં,જીતી ગયા ભજનોની જંગમાં.
(3)
સાચા હ્રદયથી સેવિયા,સુર સંગીતને સાઝ,
ત્રિવેણીના તટ પર નારાયણે,અનંત રચ્યો ઇતિહાસ.
(4)
માનવદેહનું મૂલ્ય સમજી,મબલખ મોજું માણી,
સાધુ સંતોની સંગંતમાં,અમર કરી સંતવાણી.
(5)
સતની ઝોલી ખંભે નાખી,નિકળ્યા નારાયણ,
અલખ-નિરંજન આતમથી રટ્યો,કર્યું કાયાથી કામણ.
(6)
ઇન્દ્રલોકમાં યાદ કર્યા નારાયણ,આવો અમારી પાસ,
તે દી સ્વર્ગલોકમાં સામૈયા થયા, જે દી વૈકુંઠપુરીમાં લીધો વાસ.
(7)
સમજ્યા ત્યાથી સવારને,સાર્થક કરી ગુણવંત,
નારાયણનંદ સરસ્વતીજીને,કોટી કોટી વંદન કરે બળવંત.
SANTVANI DHAM BHAJAN,SAKHI GUJARATI