SHAMBHU SHARANE PADI – BHAJAN LYRICS

SHAMBHU SHARANE PADI -ભજન સંતવાણી
શંભુ શરણે પડી,માંગુ ઘડી રે ઘડી,
કષ્ટ કાપો,દયા કરી દર્શન શિવ આપો …. ટેક
તમો ભક્તોના દુઃખ હરનારા,
શુભ સૌનું સદા કરનારા,
હું તો મંદ મતિ,મારી અકળ ગતિ,
કષ્ટ કાપો,દયા કરી દર્શન શિવ આપો ….. (1)
અંગે ભષ્મ સ્મશાનની ચોળી,
સંગે રાખો સદા ભુત ટોળી,
ભાલે તિલક કર્યું ,કંઠે વિષ ધર્યું,
અમૃત આપો, દયા કરી દર્શન શિવ આપો ….. (2)
નેતી નેતી જ્યાં વેદ કહે છે,
મારું ચિત્તડું ત્યાં જાવા ચહે છે,
સારા જગમાં છે તું,વસું તારામાં હું,
શક્તિ આપો,દયા કરી દર્શન શિવ આપો ….. (3)
હું તો એકલ પંથી પ્રવાસી,
છતાં આતમ કેમ ઉદાસી,
થાક્યો મથી રે મથી ,કારણ જડતું નથી,
સમજણ આપો,દયા કરી દર્શન શિવ આપો ….. (4)
આપો દ્રષ્ટ્રીમાં તેજ અનોખું,
સારી સૃષ્ટ્રીમાં શિવ રૂપ દેખું,
મારા મનમાં વસો,હૈયે આવી હસો,
શાંતિ આપો,દયા કરી દર્શન શિવ આપો ….. (5)
શંકરદાસનું ભવ દુઃખ કાપો,
નિત્ય સેવાનું શુભ ફળ આપો,
ટાળો માનમદા,ગાળો ગર્વ સદા,
ભક્તિ આપો,દયા કરી દર્શન શિવ આપો ….. (6)
અંહિથી આ ભજનની mp3 file ડાઉનલૉડ કરો….
SANTVANI DHAM BHAJAN SONG WEBSITE
ગુજરાતી ભજન – સરસ્વતી માતાનાં સ્મરણ