વારી જતાં દિલને વારી શક્યો નહી – BHAJAN – GAZAL
વારી જતાં દિલને ,વારી શક્યો નહીં.
મરતાને મોતમાંથી,ઉગારી શક્યો નહીં ….. ટેક
તારો અગાઢ પ્રેમ જોઇને,લોભાણો હું સર્વદા,
મારું ભલું બુરું હું,વિચારી શક્યો નહી ….. વારી જતાં …
એક ભુલ છુપાવવા,કિધી ભુલ હજારો,
પણ નાની એવી ભુલને,સુધારી શક્યો નહી …. વારી જતાં ….
એક રંજ રહી ગયો, “નાઝીર” કહે મને,
એને ગળે હું વાત, ઉતારી શક્યો નહીં …. વારી જતા …..