GUJARATI KIRTAN LYRICS
KIRTAN:11
TAME BHAVS BHAJI LYO BHAGAVAN…..
ગુજરાતી સત્સંગ
કિર્તન – સંતવાણી
તમે ભાવે ભજી લ્યો ભગવાન……
તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું ,
કંઇક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું.
એને દિધેલો કોલ તમે ભુલી ગયા,
જુઠી માયાને મોહમાં ફસાઇ ગયા,
ચેતો ચેતો શું ભુલ્યા છો ભાન,જીવન થોડું રહ્યું.
તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું ,
કંઇક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું.
બાળપણને જુવાનીમા અડધું ગયું,
નથી ભક્તિના મારગમાં ડગલું ભર્યું,
હવે બાકી છે એમાં દો ધ્યાન, જીવન થોડું રહ્યું.
તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું ,
કંઇક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું.
જરા ચેતીને ભક્તિનું ભાથુ ભરે,
સીતારામનું નામ હવે હૈયે ધરો,
બનો આજથી પ્રભુમાં મસ્તાન ,જીવન થોડું રહ્યું.
તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું ,
કંઇક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું.
GUJARATI KIRTAN,BHAJAN -KIRTAN,કિર્તન,કિર્તન ગીત