મુળ મહેલમાં વસે ગણેશા-SANTVANI BHAJAN
મુળ મહેલમાં વસે ગણેશા,
ગુરૂ ગમ સે ગમ પાતા,
ગણપતિ દાતા,
ભાંગો મારા મનડાની ભ્રાંતા,
મારા દુઃખ દ્રારિદ્ર મટી જાતા …..ટેક
રૂમઝુમ રૂમઝુમ નેપુર બાજે,
મધુરી ચાલ ચલંતા ….. ગણપતિ દાતા …
ધુપ દિપને કરું આરતી,
ગુગળના ધુપ થાતા …. ગણપતિ દાતા ….
ખીર ખાંડને અમૃત ભોજન,
ગણપતિ લાડુ પાતા ….ગણપતિ દાતા ….
તોરલ પુરી રૂખડીયો બોલ્યા,
મરજીવા મોજુ પાતા …. ગણપતિ દાતા ….
KABAHU MILE PIYA MERA – મીરાબાઇનું ભજન