ગુજરાતી ભજન ગીત -JATA MA GANGAJI ATAVANI
અંગે અભિમાનને આકાશેથી ઉતરી,
પડતા ધોધમાર પાણી,
જટામાં ગંગાજી અટવાણી,
જટામાં ગંગાજી અટવાણી …. ટેક
અવર નદી સમ એના દિલમાંં,
જોગીડે મુજને શું જાણી,
ત્રિપુરારીનો ગર્વ ઉતારી,
પાતાળે લઇ જાઉં તાણી …. જટામાં ગંગાજી …..
અગમ અગોચર જટા વધારી,
એની જુગતી શકે ના કોઇ જાણી,
ભગીરથ કારણે ઝીલ્યાં શંભુએ,
પડતાં ગંગાના પાણી …. જટામાં ગંગાજી …..
વાગ દિલના વિરામ પામ્યાં,
ઘણાં દિવસ અકળાણી,
જરીયે જવાનો મારગ મળ્યો નહીં,
મનમાં ખુબ મુંજાણી …. જટામાં ગંગાજી …..
વિનંતી સાંભળી ભગીરથ કેરી,
પાડ્યું બિંદુ એક પાણી,
એક બિન્દુમાંથી ત્રણ ધારા પ્રગટી,
ત્રણ નામે ઓળખાણી ….. જટામાં ગંગાજી …..
સુરસરીએ શિવજીને વિનવ્યા,
ગાય વિમળ વેદ વાણી,
સામંત શંકરે જટામાં રાખ્યા,
કર્યા મુગટની રાણી ….. જટામાં ગંગાજી ……