SACHI VANI MA SHREE RAM…-GUJARATI DHOON LYRICS
ગુજરાતી ધુન-ભજન- SACHI VANI
સાચી વાણીમાં શ્રી રામ….
સાચી વાણીમાં શ્રીરામ,
સાચાં વર્તનમાં શ્રીરામ….
માનવ સેવામાં પામીશુ,
પ્યારા રામ રામ રામ….
કરજો સુંદર સુંદર કામ,
જગમાં સુંદર સુંદર કામ,
સારા કરમોથી પામીશું,
પ્યારા રામ રામ રામ….
જોવું દુઃખિયામાં શ્રીરામ,
હૈયા હૈયામાં ભગવાન,
સેવા કરૂણાથી પામીશું,
પ્યારા રામ રામ રામ….
સાચી વાણીમાં શ્રીરામ,
સાચાં વર્તનમાં શ્રીરામ….
માનવ સેવામાં પામીશુ,
પ્યારા રામ રામ રામ….