BHAJAN SAKHI
SAKHI – 38
CHET NAR TU CHET…
સંતો રચિત ભજનની સાખીઓ
સુંદર સાખીઓનો સંગ્રહ
ચેત નર તું ચેત….
GUJARATI BHAJAN LYRICS -HANSALA HALO NE HAVE MOTIDA
(1)
પરલોકે સુખ પામવાં,કરજે સારો સંકેત,
હજી છે બાજી હાથમાં,ચેત નર તું ચેત.
(2)
જોર કરીને જીતવું,ખરેખરૂ રણ ખેત,
દુશ્મન છે તુજ દેહમાં,ચેત નર તું ચેત.
(3)
ગાફેલ રહીશ ગમાર તું ફોગટ થઇશ ફજેત,
હવે જરૂર હોંશિયાર થઇ,ચેત નર તું ચેત.
(4)
આ તન ધન તે તારા નથી,નથી પ્રિયા પરણેત,
અંતે સૌ અળગા થશે,ચેત નર તું ચેત.
(5)
પ્રાણ જશે જ્યાં પિંડથી,પિંડ ગણાશે પ્રેત,
માટીમાં માટી થશે,ચેત નર તું ચેત.
(6)
રહ્યા ન રાણા રાજીયા,સુરનર મુની સમેત,
તું તો તરણા તુલ્ય છો,ચેત નર તું ચેત.
(7)
રજકણ તારા રજળશે,જેમ રણમાં ઉડે રેત,
નરતન પામીશ કયાં,ચેત નર તું ચેત.
(8)
કાળા કેશ મટી ગયા,સર્વે બન્યા છે શ્વેત,
જોબન જોર જતુ રહ્યું,ચેત નર તું ચેત.
(9)
માટે મનમાં સમજીને,વિચારીને કર વેત,
ક્યાંથી આવ્યો ક્યાં જવું,ચેત નર તું ચેત.
(10)
શુભ શીખામણ સમજીને,હરી સાથે કર હેત,
અંતે અવિચળ એ જ છે,ચેત નર તું ચેત.
SAKHI LYRICS GUJARATI,સાખી ગીતો,સંતવાણી ધામ સાખીઓ