SCHOOL PRARTHANA
PRARTHANA:08
PELA MORALA NI PAS….
મજાની પ્રાર્થના
પ્રાર્થના શાળા માટે
પેલા મોરલાની પાસ બેઠા….
પેલા મોરલાની પાસ બેઠા શારદા જોને,
આપે વિદ્યા કેરુ દાન માતા શારદા જોને.
જે તુજ મંદિરે આવે માં ફુલની માળા લાવે,
માળા કંઠમાં સોહાય બેઠા શારદા જોને.
દિસે મંદિર કેવું જાણે સ્વર્ગસદનના જેવું,
વીણા હાથમાં સોહાય માતા શારદા જોને.
બાળકડા સૌ ઘેલા અમે ભણીએ વહેલા વહેલા,
અમને ભણતાં આનંદ થાય માતા શારદા જોને.
પુજન કરીએ પુરી પ્રિતે ચાલો રૂડી રીતે,
ઉરે ભાવના ઉભરાય માતા શારદા જોને.
પેલા મોરલાની પાસ બેઠા શારદા જોને,
આપે વિદ્યા કેરુ દાન માતા શારદા જોને.
SANTVANI DHAM,PRARTHANA SONG IN GUJARATI,પવિત્ર પ્રાર્થના,પ્રાર્થના