GUJARATI PRARTHANA LYRICS
PRARTHANA:07
JIVAN ANJALI THAJO MARU….
પ્રાર્થના પોથી
પ્રાર્થના ગીત
જીવન અંજલી થાજો મારું…..
જીવન અંજલી થાજો મારું,જીવન અંજલી થાજો.
ભુખ્યા કાજે ભોજન બનજો,તરસ્યાનું જળ થાજો,
દીન દુઃખિયાના આંસુ સુછતા,અંતર કદી ના ધરાજો…જીવન અંજલી..(1)
સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો,
ઝેર જગતના જીરવી જીરવી અમૃત ઉરના પાજો….જીવન અંજલી..(2)
વણ થાકેલા ચરણો મારા નિત્ત તારી સમીપે ધાજો,
હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટજો….જીવન અંજલી..(3)
વમળોની વચ્ચે નૈયા મુજ હાલક ડોલક થાજો,
શ્રદ્ધા કેરો દીપક મારો કદીયે ના ઓલવાજો….જીવન અંજલી…(4)
જીવન અંજલી થાજો મારું,જીવન અંજલી થાજો.
ગુજરાતી પ્રાર્થના સંગ્રહ ,SANTVANI DHAM,PRARTHANA LYRICS IN GUJARATI