ભજી લે ને નારાયણનું નામ – સંતવાણી ભજન
BHAJI LE NE NARAYAN NU NAM – SANTVANI LYRICS
આ ભજન અંહિથી સાંભળો …..
આ અવસર છે રામ ભજનનો,
કોડી ન બેસે દામ,
ભજી લે ને નારાણનું નામ ….
કામ ,ક્રોધ,મદ,લોભ મોહને,
મુકી દે મનથી તમામ,
ભજી લે ને નારાયણનું નામ ….
માત-પિતા સુત બાંધવ દારા,
કોઇ નવ આવે કામ,
ભજી લે ને નારાયણનું નામ…..
અંધ થઇ અથડામાં ભુંડા,
ઘટ ઘટમાં સુંદિર શ્યામ,
ભજી લે ને નારાયણનું નામ …..
દાસ ‘સત્તાર’ કહે કર જોડી,
સૌ સંતોને પ્રણામ,
ભજી લે ને નારાયણનું નામ ….
અંહિથી આ ભજનની MP3 FILE ડાઉનલૉડ કરો…
SANTVANI DHAM,BHAJAN LYRICS GUJARATI
ભજન સંતવાણી – હૈ સદગુરૂ સાચા ….