GURUJANO NI AARATI
AARATI:01
JAY JAY JAY GURUDEV…..
અનમોલ ગુરૂપુજન આરતી
ગુરૂ મહિમાની આરતી
જય જય જય ગુરૂદેવ…..
જય જય જય ગુરૂદેવ,મહાદેવ શુભકારી,ગુરૂ મહાદેવ શુભકારી,
ગુરૂમુર્તિ નિહાળી,ગુરૂમુર્તિ નિહાળી,શાંતિ તપધારી,જય દેવ ગુરૂદેવ…(1)
ધન્ય દિવસ રૂડો આજ,સદગુરૂ શ્યામ દીઠા,મેં તો સદગુરૂ શ્યામ દીઠા,
ઘટ ભીતર અંજવાળા,ઘટ ભીતર અંજવાળા,આનંદ મન દીઠા,જય દેવ ગુરૂદેવ…(2)
કોટિક સૂર્ય સમાન,તેજસ્વી મુર્તિ,ગુરૂ તેજસ્વી મુર્તિ ,
ચંદ્ર સમાન લહેરી,ચંદ્ર સમાન લહેરી,વાણી મધુર મીઠી,જય દેવ ગુરૂદેવ…(3)
સ્વાતિ નક્ષત્ર રીત અમૃત જલ વૃષ્ટ્રી ગુરૂ અમૃત જલ વૃષ્ટ્રી,
અખંડ ધારા વરસે,અખંડ ધારા વરસે,સદા અમી દ્રષ્ટ્રી,જય દેવ ગુરૂદેવ….(4)
કૃપા કરી હે કૃપાળુ,સતગુરૂ બહુનામી મારા,સતગુરૂ બહુનામી મારા,
દાસ લાભુ કહે વહાલા, દાસ લાભુ કહે વહાલા,આપે અંતરયામી,જય દેવ ગુરૂદેવ…(5)
SANTVANI DHAM,AARATI GUJARATI,ગુરૂપુર્ણિમાની આરતી,આરતી સંગ્રહ