PRACHIN GARBO
GARBO-02
SACHI RE MARI SAT RE BHAVANI MA…
માતાજીનો ગરબો
ત્રણ તાળીનો ગરબો
સાચી રે મારી સત રે ભવાની માં….
સાચી રે મારી સત રે ભવાની મા,અંબા ભવાની મા,
હું તો તારી સેવા કરીશ મૈયા લાલ,
નવ નવ રાતના નોરતા કરીશ મા,પુજાઓ કરીશ મા,
ગરબો વિરાટનો ઝીલીશ મૈયા લાલ….સાચી રે (1)
જ્યોતિમાં એક તારી જ્યોત છે,જ્યોતિ તારા સતનું ચમકે મોતી રે,
શ્રદ્ધાવાળાને તારું મોતી મોતી મળે રે મા માડી રે,
તારી ભક્તિ ભવાની મા રાણી ભવાની માં ,
હું તો તારા પગલાં ચુમીશ મૈયા લાલ…સાચી રે (2)
તું તરનારની તારણહારી,દૈત્યોને તે દીધા સંહારી,
શક્તિ સારીને તું તો જનેતા મા,
માડી રે વિનવું,મારી શક્તિ ભવાની મા,
ભોળી ભવાની મા હું તો તારા વારણા લઇશ મૈયા લાલ…સાચી રે (3)
જગ માથે એક માયા રચાવી,દર્શન દે તું સામે રે,
આવી સુના સુના રે મારા મંદિરના ચોકમાં,
માડી રે વિનવું ,આવ રમવા ભવાની મા,રૂડી ભવાની મા,
હું તો તારે ગરબે ઘુમીશ મૈયા લાલ…સાચી રે (4)
સાચી રે મારી સત રે ભવાની મા,અંબા ભવાની મા,
હું તો તારી સેવા કરીશ મૈયા લાલ,
નવ નવ રાતના નોરતા કરીશ મા,પુજાઓ કરીશ મા,
ગરબો વિરાટનો ઝીલીશ મૈયા લાલ….સાચી રે
પ્રાચીન ગરબાઓ,