SAIYAR MORI RE – GUJARATI LOK GEET LYRICS
સૈયર મોરી રે … લોકગીત-SAIYAR MORI RE LYRICS
આ લોકગીતને અંહિથી સાંભળો…
સ્વર – બિરજુ બારોટ
લોકગીતની લંબાઇ-4.28 મિનિટ
આ એક ખુબજ સરસ લોકગીત છે,જેમાં એક સખી બીજી સખીને ઉલ્લેખીને કહે છે કે હે સૈયર મોરી મારો સાયબો ક્યારે આવશે.અને એ પ્રસંગે ભગવાન શ્રીકૃષ્ણનાં અવતરણ સાથે જોડીને પોતાનાં પિયુની વાટ જુએ છે.જેમાં કહેવામાં આવે છે કે પિયુજી સાતમને સોમવારે અને આઠમની મધરાતે આવશે.અને તેમાં ઉતારા,દાંતણ,નાવણ,ભોજન તેમજ પોઢણની વાત વણીને આવનાર પિયુજીની તમામ જરૂરીઆતો ખ્યાલ રાખવામાં આવ્યો છે.
સૈયર મોરી રે ચાંદાને પછવાડે,
સુરજ કયારે ઉગશે રે લોલ,
સૈયર મોરી રે આવડા હેત નવ કરીએ,
હૈયામાં હોળી બળે રે લોલ ….. સૈયર મોરી રે…
સૈયર મોરી રે ઉતારાનો કરનારો,
જાદવ રાય ક્યારે આવે રે લોલ,
આવશે સાતમને સોમવારે,
આઠમની મધરાતે લોલ …..સૈયર મોરી રે ….
સૈયર મોરી રે દાતણનો કરનારો,
જાદવ રાય ક્યારે આવે રે લોલ,
આવશે સાતમને સોમવારે,
આઠમની મધરાતે લોલ …..સૈયર મોરી રે ….
સૈયર મોરી રે નાવણનો કરનારો,
જાદવ રાય ક્યારે આવે રે લોલ,
આવશે સાતમને સોમવારે,
આઠમની મધરાતે લોલ …..સૈયર મોરી રે ….
સૈયર મોરી રે ભોજનનો કરનારો,
જાદવ રાય ક્યારે આવે રે લોલ,
આવશે સાતમને સોમવારે,
આઠમની મધરાતે લોલ …..સૈયર મોરી રે ….
સૈયર મોરી રે પોઢણનો કરનારો,
જાદવ રાય ક્યારે આવે રે લોલ,
આવશે સાતમને સોમવારે,
આઠમની મધરાતે લોલ …..સૈયર મોરી રે ….
આ લોકગીતને અંહિથી ડાઉનલૉડ કરો…
MP3 FILE – 1.09 MB