SAYABO RE GOVALIYO MARO LYRICS IN GUJARATI
સાયબો રે ગોવાળીયો મારો – ગુજરાતી ગીત -SAYABO RE GOVALIYO
રચનાઃ રાજભા ગઢવી
આ ગીતને અંહિથી સાંભળો…
સ્વરઃ બિરજુ બારોટ
ગીતની લંબાઇઃ6.13 મિનિટ
સાયબો રે ગોવાળીયો રે,
મારો સાયબો રે ગોવાળીયો,
હું ગોવાલણ ગીરની રે,
મારી શ્યામ રાધાની જોડલી.
સાયબો શીતળ ચાંદલો રે,
મારો સાયબો શીતળ ચાંદલો ,
હું ચકોરી વનરાવનની,
મારા વાલીડા સાથે રમતી ….. સાયબો રે … (1)
સાયબો ઘેરો ઘુંઘટો રે,
મારો સાયબો ઘેરો ઘુંઘટો ,
હું મુંગી મર્યાદા વાલીડાની,
સોડમાં હું તો શોભતી … સાયબો રે …. (2)
સાયબો મીઠો મેહુલો રે,
મારો સાયબો મીઠો મેહુલો,
હું અષાઢી વીજળી,
મારા સાયબા સાથે રમતી …. સાયબો રે…. (3)
સાયબો લીલો વડલો રે,
મારો સાયબો લીલો વડલો,
હું શીરોડી છાંયડી રે,
બેયનો આતમ રાજા એક છે…. સાયબો રે …. (4)
સાયબો ડુંગર ગીરનો રે,
મારો સાયબો ડુંગર ગીરનો,
હું ડુંગરડાની રીંછડી રે,
મારી શ્યામ રાધાની જોડલી …. સાયબો રે …. (5)
આ ગીતને ડાઉનલૉડ કરવા માટે નીચે ક્લિક કરો…
MP3 FILE: 6.05 MB