SANTVANI KIRTAN
KIRTAN-05
GHAT MA GANGA,GHAT MA YAMUNA…
પ્રાચિન કિર્તન વાણી
કિર્તન-ધુન
ઘટમાં ગંગા,ઘટમાં યમુના….
ઘટમાં ગંગા,ઘટમાં યમુના,ઘટમાં રાધેશ્યામ,
અમારૂં હરીભજનમાં ધ્યાન…
રાધાજી જ્યારે કૃષ્ણને વરીયા,બંસરી સામે ધ્યાન,
અમારૂં હરીભજનમાં ધ્યાન…
સીતાજી જ્યારે રામજીને વરીયા ધનુષ સામે ધ્યાન,
અમારૂં હરીભજનમાં ધ્યાન…
પાર્વતી જ્યારે શિવજીને વરીયા ડમરૂ સામે ધ્યાન,
અમારૂં હરીભજનમાં ધ્યાન…
લક્ષ્મીજી જ્યારે વિષ્ણુને વરીયા ચક્ર સામે ધ્યાન,
અમારૂં હરીભજનમાં ધ્યાન…
ઘટમાં ગંગા,ઘટમાં યમુના,ઘટમાં રાધેશ્યામ,
અમારૂં હરીભજનમાં ધ્યાન…
SANTVANI DHAM,KIRTAN DHOON GUJARATI