SANTVANI KIRTAN
KIRTAN-03
HARI TARA NAM SE HAJAR…
સંતવાણી કિર્તન
કિર્તન ગુજરાતી
હરી તારા નામ છે હજાર…….
હરી તારા નામ છે હજાર કયા નામે લખવી કંકોતરી,
રોજ રોજ બદલે મુકામ કયા નામે લખવી કંકોતરી….
મથુરામા મોહન તું ,ગોકુળમાં ગોવાળિયો,
દ્વારકામાં રાજા રણછોડ,કયા નામે લખવી કંકોતરી….
કોઇ તને રામ કહે,કોઇ તને શ્યામ કહે,
કોઇ કહે નંદનો કિશોર,કયા નામે લખવી કંકોતરી….
નરકિંહ મહેતાનો સ્વામિ શામળિયો,
મીરાનો ગિરીધર ગોપાલ,કયા નામે લખવી કંકોતરી….
હરી તારા નામ છે હજાર કયા નામે લખવી કંકોતરી,
રોજ રોજ બદલે મુકામ કયા નામે લખવી કંકોતરી….
ગુજરાતી કિર્તન,કિર્તન માળા,SANTVANI DHAM,BHAJAN KIRTAN