PRUTHVI PAKHANDE KHADHI -ગુજરાતી ભજન
પૃથ્વી પાખંડે ખાધી -SANTVANI LYRICS IN GUJARATI – PRUTHVI PAKHANDE
રચનાઃછોટમ
આ ભજનને અંહીથી સાંભળો ….
સ્વરઃનારાયણ સ્વામી
Audio PlayerPRUTHVI PAKHANDE KHADHI -આ ભજન કવિ છોટમ દ્વારા રચવામાં આવ્યું છે.તેમણે આજના સમયને અનુરૂપ આ ભજન થકી પાખંડી લોકો પર ચાબખા માર્યા છે.આપણે જોઇએ છીએ કે પાખંડી લોકો પ્રભાવ જગત પર ખુબજ હાવી થતો જાય છે,ત્યારે ભક્ત કવિ તેનાં રૂપને આ ભજન થકી દુનિયાની સામે લાવવાનું કામ કરે છે.પાખંડી લોકો હમેંશા પોતાનો પ્રભાવ સ્થાપિત કરવા મથતાં હોય છે.લોકો તેમનાં કૃત્યોથી અંજાયને તેમનો આશ્રય લેતા હોય છે,પણ જ્યારે તેવા લોકોનો પાખંડનો પરપોટો ફુટે છે,ત્યારે તેનાં ધર્મને હાની થતી હોય છે.
પૃથ્વી પાખંડે ખાધી,
સત્યની શોધ નથી લાધી …. ટેક
મહા અભિમાન મટે નહીં,
મનથી માને કે બહું હું મોટો,
પ્રપંચે પરધન હરવાનો,
ખેલ કરે સાવ ખોટો …. પૃથ્વી પાખંડે ……
વેદ બ્રહ્મની વાત ન જાણે,
ગુરૂ બનીને ગાજે,
ઓથે રહીને અનર્થ કરતાં,
લપંટ જરીયે ન લાજે … પૃથ્વી પાખંડે …..
પ્રભુનું નામ પોતે ધરીને,
કહે છે હું છું ઇશ્વર આપે,
એક રોમ નિપજે ન એનાથી,
દુઃખ કોના એ કાપે …. પૃથ્વી પાખંડે …..
ધર્મ બ્રહ્મની વાત ન જાણે,
કહે છે અમે મોટા જ્ઞાની,
કહે છોટમ એવાં ઢોંગી ગુરૂથી,
થઇ છે ધર્મની હાની ….. પૃથ્વી પાખંડે …..
આ ભજનને અંહીંથી ડાઉનલૉડ કરો ….
MP3 FILE : 6.54 MB
GUJARATI DAYARO,SANTVANI BHAJAN,SANTVANI DHAM
મુળ મહેલમાં વસે ગણેશા – ગુજરાતી ભજન