DHARYO ME TO DHUN DHANI PIR ….. SANTVANI BHAJAN
ધાર્યો મેં તો ધુન ધણી પીર રામ – ગુજરાતી સંતવાણી
રચનાઃ દાસ વિઠ્ઠલ
DHARYO ME TO – આ ભજન રામદેવ પીરનાં જીવન પર રચાયેલાં છે.જેમાં ભગવાન કૃષ્ણએ રાજા અજમલજીનાં વચને બંધાયને પોકરણમાં અવતાર લીધો.તે સમયે તેમને પુરેલાં પરચાઓની વાત આ ભજનમાં કરવામાં આવી છે.
આ ભજનને અંહીથી સાંભળો.
સ્વરઃ શ્રી કાનદાસ બાપુ
ધાર્યો મેં તો ધુન ધણી પીર રામ,
જેના પોકરણ ગઢમાં ધામ …. ટેક
દાદ રણસી પિતા અજમલજી,
માતા મિનળદે નામં,
વિરમદેના વીર રણુજે,
કર્યું ધરમનું ધામ …. ધાર્યો મેં તો ….
દેનું ભેગા ધણી આવ્યા,
છોગાળો ઘનશ્યામ,
પારણીયામાં આવીને પોઢ્યા,
વિરમદે ભેગા રામ … ધાર્યો મેં તો ….
કંકુ પગલા પીરના જોવા,
આવે જગથી તમામ,
સોગઠે રમતાં સાદ સુણી,
કર્યા વણિકના કામ …. ધાર્યો મેં તો ….
એક લાખને એંસી હજારા,
પીર આવ્યા ઇસ્લામ,
હાથ લંબાવ્યો ગાવ હજારો,
એને પીર જોવે તમામ … ધાર્યો મેં તો ….
અમર ઘોડે કરી અસ્વારી,
સીધાવ્યા સ્વધામ,
વિઠ્ઠલ કહે નકળંકી પીરનો,
નેતલ રે જો નામ …. ધાર્યો મેં તો …..
આ ભજનની MP3 FILE અંહીથી ડાઉનલૉડ કરો.
SANTVANI BHAJAN IN GUJARATI ,BEST GUJARATI BHAJAN LYRICS
NAM BATA DE PANIHARI-નામ બતા દે પનિહારી