NATHI HARAKHANA AME – GUJARATI LOKGEET LYRICS
નથી હરખાણાં અમે ખુબ પસ્તણાં -સંતવાણી લોકગીત
રચનાઃ અજ્ઞાત
આ લોકગીત અંહીથી સાંભળો..
સ્વરઃ દમયંતી બરડાઇ અને સુરેશ રાવળ
નથી હરખાણાં અમે ખુબ પછતાણાં,
પ્રીતુ રે કરીને અમે ઘણું પછતાણા …. ટેક
તમ મન સોંપ્યા વ્હાલા તમારા ચરણમાં,
નિરાધાર થઇને અમે મનડે મુંઝાણા …. પ્રિતું રે કરીને ….
વેવારું વસીલો જાણી નેડલો મેં બાંધ્યો,
જેટલું ગુમાવ્યું એટલું નથી અમે કમાણાં …. પ્રિતું રે કરીને ….
પાનેતર પહેરી વ્હાલા તારાથી પોખાણા,
વાટડીયું જોઇને મારા હૈડા વિંધાણા ….. પ્રિતું રે કરીને …..
GUJARATI LOKGEET LYRICS ,SANTVANI DHAM
LOKGEET LYRICS – SAVA BASER NU MARU