NAVIK VALATO BOLIYO – ગુજરાતી પદ (ભજન)
નાવિક વળતો બોલિયો -GUJARATI BHAJAN -PAD
રચનાઃ કવિ ભાલણ
આ ભજન પદને અંહીથી સાંભળો ….
NAVIK VALATO BOLIYO-ભાલણ રચિત આ પદમાં વાલ્મિકીકૃત રામાયણનો કેવટનો પ્રસંગ છે.અયોધ્યાથી વનવાસ જવા નિકળેલાં નદી પર કરવા માટે જ્યારે હોડીની જરૂર પડે છે.ત્યારનાં આ પ્રસંગને કવિએ ખુબજ સરસ રીતે પ્રસ્તૃત કર્યો છે.જેમાં રામને નાવમાં બેસાડવાની નાવિક ના પાડે છે.અને કહે છે મેં એક એવી વાત સાંભળી છે કે જ્યારે તમારી ચરણ રજથી એક પત્થર બનેલી નાર ફરી સ્ત્રી બની ગઇ હતી.અને એટલે માર નાવ પણ તમારા સ્પર્શથી નાર બની જાય તો મારે શું કરવું.તેથી નાવિક ભગવાન રામનાં ચરણ ધોવાનું કહે છે,અને ગંગાજળથી રામના ચરણ ધોઇને પછી રામને નાવમાં બેસાડે છે.એટલે કે અંહી નાવિકની ચતુરાઇ આપણી સામે રજુ થાય છે.
નાવિક વળતો બોલિયો સાંભળો મારા સ્વામ,
સાથ સહુ કે નાવે બેસો નહીં બેસારુ મારા રામ.
વાર્તા મેં સાંભળી છે – ચરણરેણથી અપાર,
અહલ્યા તાં થઇ સ્ત્રી સહી,પાષાણ ફીટી નાર.
આજીવિકા મારી એહે છે,જુઓ મન વિવેક,
સ્ત્રી થાતાં વાર ન લાગે,કાષ્ઠ પાષાણ એક.
આજીવિકા ભાગે મારી,આગે એક સ્ત્રી છે ઘેર,
બે મલિને શું જમે ? હું શી કરું તાં પેર ?
હસી વિશ્વામિત્ર બોલિયા ચરણરેણ સ્ત્રી થાય,
તે માટે ગંગાજળ લઇને પખાલો હરી પાય.
હસીને હરી હેઠા બેઠા રામ અશરણશર્ણ,
નાવિકે ગંગાજળ લૈઇને પખાલ્યાં તાં ચર્ણ.
સંતવાણી ભજન ગુજરાતી,SANTVANI DHAM
સદાશિવ સર્વ વરદાતા-SADASHIV SARVAVAR DATA