HU TO KAGLIYA LAKHI LAKHI… GUJARATI LOKGEET
લોકગીતોનો સંગ્રહ-હું તો કાગળીયા લખી લખી થાકી…..HU TO KAGLIYA LAKHI LAKHI…
હું તો કાગળિયા લખી લખી થાકી,
કાનુડા તારા મનમાં નથી…હું તો કાગળિયા (1)
આવા શિયાળાનાં ચાર ચાર મહિના આવ્યા-2
મારા કાળજડા ઠરી ઠરી જાય રે,
કાનુડા તારા મનમાં નથી…હું તો કાગળિયા (2)
આવા ઉનાળાનાં ચાર ચાર મહિના આવ્યા-2
મારા પાવલીયા બળી બળી જાય રે,
કાનુડા તારા મનમાં નથી…હું તો કાગળિયા (3)
આવા ચોમાસાનાં ચાર ચાર મહિના આવ્યા-2
મારી ચુંદલડી ભીંજાય ભીજાય જાય રે,
કાનુડા તારા મનમાં નથી…હું તો કાગળિયા (4)
હું તો કાગળિયા લખી લખી થાકી,
કાનુડા તારા મનમાં નથી…હું તો કાગળિયા