MUKHADA NI MAYA LAGI RE – BEST GUJARATI BHAJAN
મુખડાની માયા લાગી રે – મીરાબાઇનું ભજન-MUKHADA NI MAYA
રચનાઃમીરાબાઇ
આ ભજનને અંહીંથી સાંભળો..
સ્વરઃ પ્રફુલ દવે
MUKHADA NI MAYA LAGI – મીરાબાઇ રચિત આ ભજન-કે જેમાં મીરાબાઇ ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિમાં તલ્લિન બનીને કહે છે કે હે કનૈયા તારા મુખડાની માયા મને લાગી છે.અને તેના કારણે મને બીજુ કશુજ સુજતુ નથી.મને હવે સંસારમાં પણ રસ નથી,હે પ્રભુ મને બસ તારા ચરણોની દાસી થઇને રહેવા દે.
મુખડાની માયા લાગી રે મોહન પ્યારા ….. ટેક
મુખડું મેં જોયું તારું સર્વે જગ થયું ખારું,
મન મારું રહ્યું ન્યારું રે …. મોહન પ્યારા …
સંસારીનું સુખ એવું ઝાંઝવાનાં નીર જેવું,
તેને તુચ્છ કરી ફરીયે રે …… મોહન પ્યારા …..
સંસારીનું સુખ કાચું પરણીને રંડાવું પાછું,
તેને ઘેર શીદ જઇએ રે ….. મોહન પ્યારા …..
પરણું તો પ્રિતમ પ્યારા અખંડ સૌભાગ્ય મારા,
રંડાવાનું ભય ટળ્યો રે …. મોહન પ્યારા …..
મીરાબાંઇ બલિહારી આશા એક મને તારી,
હવે હું તો બડભાગી રે ….. મોહન પ્યારા …..
SANTVANI DHAM,GUJARATI BHAJAN SANTVANI
SATI TORAL NU VAYAK – સતી તોરલનું વાયક