BEST LOKGEET GUJARATI
LOKGEET-07
CHANDO UGYO CHOK MA GHAYAL…
ગુજરાતી સંસ્કૃતિનાં ગીતો
લોકગીત
ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ…..
ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં,
હે..લેરીડા હરણ્યું આથમી રે,હાલાર શેરમાં અરજણિયા…ચાંદો ઉગ્યો (1)
ગાયુ તારી ગોંદરે ઘાયલ ગાયું તારી ગોંદરે,
વાછરુ વઢિયારમાં ઝોલા ખાય રે અરજણિયા…ચાંદો ઉગ્યો (2)
ભેસું તારી ભાલમાં ધાયલ ભેસું તારી ભાલમાં,
પાડરુ પાંચાળમાં ઝોલા ખાય રે અરજણિયા…ચાંદો ઉગ્યો (3)
પાવા રે વગાડમાં ઘાયલ,પાવો રે વગાડમાં,
પાવાના સૂરે જીવ જાય રે, અરજણિયા…ચાંદો ઉગ્યો (4)
ઝાંપે તારી ઝુંપડી ઘાયલ,ઝાંપે તારી ઝુંપડી,
આવતા જાતાનો નેડો વાગ્યો અરજણિયા…ચાંદો ઉગ્યો (5)
ચોકમાં જોયું વાટડી ઘાયલ,ચોકમાં જોયું વાટડી,
રાસે રમવા વેલેરો આવજે અરજણિયા…ચાંદો ઉગ્યો (6)
ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં,
હે..લેરીડા હરણ્યું આથમી રે,હાલાર શેરમાં અરજણિયા…ચાંદો ઉગ્યો
લોકગીતોનો સંગ્રહ,ભજન-લોકગીત ગુજરાતી,SANTVANI DHAM,LOKGEET IN GUJARATI