MARI SHERIYE THI KAN KUNVAR AAVATA RE – ગુજરાતી રાસ
મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ – GUJARATI RAS LYRICS-MARI SHERIYE THI KAN
BEST GUJARATI RAS GARBA
આ લોકગીતને અંહીથી સાંભળો.
સ્વરઃ અલવિરા મીર
મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ,
મુખેથી મોરલી વગાડતા રે લોલ …
હું તો ઝબકીને જોવા નિસરી રે લોલ,
ઓઢણ અંબર વીસરી રે લોલ …..
હું તો પાણીડાંની મસે જોવા નિસરી રે લોલ,
ઇંઢોણીને પોટલી વીસરી રે લોલ …..
સાગ રે સીસમની મારી વેલડી રે લોલ,
નવલે સુતારે ઘડી પીંજણી રે લોલ ….
મેં તો ધોળોને ધમળો બે જોડીયા રે લોલ,
જઇ અને અમરાપરમાં છોડીયા રે લોલ …..
અમરાપરના તે ચોકમાં દીવા બળે રે લોલ,
મેં તો જાણ્યું કે એ હરિ અંહી વસે રે લોલ …..
મેં તો દુધ રે સાકરનો શીરો કર્યો રે લોલ,
ત્રાંબાના તાસમાં ટાઢો કર્યો રે લોલ …..
કંઠેથી કોળિયો ન ઉતર્યો રે રે લોલ,
મને કોઇ તો દેખાડો દીનાનાથને રે લોલ …..
કોળિયો ભરાવું જમણાં હાથનો રે લોલ,
હું તો ગોંદરે તે ગાવડીને છોડતી રે લોલ …..
ચારેય દિશે તે નજર ફેરતી રે લોલ,
મેં તો છેટેથી છેલવર દેખિયા રે લોલ …..
હરિને દેખીને ઘુંઘટ ખોલિયા રે લોલ,
મારી શેરીએ તે કાનકુંવર આવતા રે લોલ …..
મીઠી તે મોરલી વગાડતાં રે લોલ ….
આ રાસ ગીતને અંહીંથી ડાઉનલૉડ કરો….
SANTVANI DHAM , RAS GARBA LYRICS,BEST GUJARATI MP3 SONG
EVA DHUP NA DHUMADE – એવા ધૂપનાં ધુમાડે વેલા