ITANA TO BHED GURU HAMAKO – BHAJAN LYRICS GUJARATI
ઇતના ભેદ ગુરૂ હમકો બતા દો – સંતવાણી ભજન
રચનાઃ શ્રી કબીર સાહેબ
આ ભજનને અંહીથી સાંભળો…
સ્વરઃશૈલેષ મહારાજ
ITANA TO BHED GURU -આ ભજનનાં રચિયતા છે શ્રી કબીર સાહેબ… જેમાં કબીર સાહેબે પોતાની અવળ વાણી થકી માનવ સમાજને એક ઉંડાણ પુર્વકનો ઉપદેશ આપ્યો છે.તેમાં કબીર સામે સદગુરૂને ઉદેશી એટલે ઇશ શક્તિને પ્રશ્નાર્થ કરે છે. કે ગુરૂ અમને આ જગતમાં તમારી અમુક રચના સમજાતી નથી તેનો કંઇક ભેદ અમને બતાવો. એક સમર્થ ગુરૂજ્ઞાની પાસેથી જે સામાન્ય માનવની સમજથી પર છે. તેનો ભેદ કબીર સાહેબ પોતાનાં શબ્દો થકી અંહી અદભુત રીતે રજુ કરે છે.આવા સંતોનાં શબ્દો માંજ એક ગૂઢ રહસ્ય પડ્યું હોય છે,જો તેને જાણી લઇએ તો આપણો બેડો પાર થઇ જાય છે.
ઇતના ભેદ ગુરૂ,હમકો બતા દો,
સમજ પકડ ગુરુ, મોરી બૈયાં રે હો જી ……. ટેક
જલ કેરી મછિયા જલમાં વિયાણી,
ઇંડા એનાં અધર જમાયા હો જી,
ઇ રે ઇંડામાં છીંડા નોતાં,
પવન કહાં સે પધરાયા રે હો જી ….. ઇતના ભેદ …..
ધરતી કા બાવે ચુલા રે બનાયા ,
આસમાન તવા રે બનાયા,
ચાર ચાર જુગનીા લકડી,
ધુંઆ એનાં કહાં જઇ સમાયા હો જી ……. ઇતના ભેદ …..
ગગન મંડળમાં ગૌઆ વિયાણી,
ગોરસ એના અધર જમાયા રે હો …..
સબ સંત મિલ કિયા રે વલોણાં,
માખણ કોક વિરલા પાયા રે …… ઇતના ભેદ ….
સુન રે શિખર પર ભમર ગુફામાં,
આસન અધર જમાયા રે હો જી,
કહેત કબીર સાહેબ સમનો ભાઇ સાધુ,
જાગ્યા નર કોઇ પાયા …… ઇતના ભેદ …..
આ ભજનને અંહીંથી ડાઉનલૉડ કરો…
SANTVANI BHAJAN GUJARATI,BHAJAN LYRICS IN GUJARATI
VIDHI NA LAKHIYA LEKH – વિધિના લખીયા લેખ લલાટે