MAN HARI GYO MARU – DESHI SANTVANI BHAJAN
મન હરી ગ્યો મારું,માતા અનસુયાનો લાલ – સંતવાણી ગુજરાતી
રચનાઃ પુનિતાચાર્યાજી
MAN HARI GYO MARU – આ ભજન જુનાગઢનાં સંત પુનિતાચાર્યાજી દ્વારા લખવામાં આવ્યું છે.ગીરનારની ગોદમાં બેસીને લખાયેલ આ ભજન ભગવાન ભોળિયા નાથને સમર્પિત કરવામાં આવેલું છે.અંહી સંત મહાત્મા કહે છે કે માતા અનસુયાનો લાલ એટલે કે પુત્ર જે મારુ મન અને ચિત્ત બંને ચોરી ગયો છે.બસ ફક્તને ફક્ત હું તેમની ભક્તિમાં જ લીન છું.આ ભજનમાં ભગવાન શિવનાં દરેક સ્વરૂપને શબ્દોનાં માધ્યમથી આપણી સામે દ્રશ્યમાન કરાવવામાં આવે છે.
આ ભજનને અંહીથી સાંભળો …
સ્વરઃ જયશ્રી માતાજી
Audio Player
મન હરી ગ્યો મારું,માતા અનસુયાનો લાલ,
ચિત્ત ચોરી ગ્યો મારું,માતા અનસુયાનો લાલ …… ટેક
જટા શિર પર બિજ ચંદ્રમાં ,ગંગા કેરી ધાર,
કાનમાં કુંડળ જળહળ થાય,વિજ તણો ચમકાર ….. મન હરી ગ્યો ….
વિશાળ ભાલમાં તિલક શોભે,જેમ શોભે ઉદયનો ભાણ,
નાક નમણું પ્રેમનો સાગર,ઉભરે નયનો માંય ……. મન હરી ગ્યો …….
ખંભે ઝળી ષડ ભૂજોમાં,અયુધ ગ્રહ્યાં સાર ,
શંખ ચક્ર ત્રિશુળ ડમરૂ, કમંડળને માળ …… મન હરી ગ્યો ……
પીળું પિતાબંર નેપુર પગમાં , ચાખડી તારણહાર,
શક્તિ ધેનું વેદ સ્વાન થઇને, બેઠા પદારથ ચાર …… મન હરી ગ્યો …..
કોટી કંદર્પથી રૂપ અધિક છે ,જેનું રસનાં નાશા ભાળ,
શેષ શારદ નાગદ થાક્યા , પુનિતે જોડ્યાં હાથ …… મન હરી ગ્યો ……
આ ભજનને અંહીથી ડાઉનલૉડ કરો…
SANTVANI GUJARATI,BHAJAN SANTVANI MP3 SONG
PATHIK TU CHETAJE – પથિક તું ચેતજે પથના ….