DEVANGI VINA BIJU KON RE-SANTVANI BHAJAN
રચનાઃસંત દેવિદાસ
CLICK TO DOWNLOAD MP3 FILE
કોણ રે જાણે બીજું કોણ રે જાણે,
દેવાંગી વિના બીજું કોણ તો જાણે…ટેક
જળની માછલિયું અમ પવને સંચરી,
ખરી તો વરતી મારી નહીં તો ડોલે રે..દેવાંગી વિના (1)
કાચના રે મોતીડાં મારે,હીરા કરી જાણવાને,
અઢારે વરણમાં મારો, હીરલો ફરે રે….દેવાંગી વિના (2)
પરબે રે જાતા અમને,સાદૂલ મળીયા,
સાદલ મળે તો મારા નેણલા ઠરે રે….દેવાંગી વિના (3)
ચોર્યાસી સિદ્ધની ધુણી,પરબે બિરાજે,
સમરથ પુરૂષ ભેળા,રાસ રમે રે….દેવાંગી વિના (4)
દેવાંગી પ્રતાપે માતા અમરમા બોલિયા,
મારા સંતો અમરાપુર માલે રે…દેવાંગી વિના (5)
ગુજરાતી ભજન વેબસાઇટ,SANTVANI BHAJAN,SANTVANI DHAM
LAXMIJI EM PUCHHE RE-લક્ષ્મીજી એમ પુછે રે