અંહિથી આ ભજન સાંભળો ….
સંતવાણી ભજન
ગુજરાતી ભજન
દેખો ભરથરી ભયા ફકિરા…..
દેખો ભરથરી ભયા ફકિરા, છોડ્યા શહેર ગઢ ઉજેણી,
બાણુ લાખ માળવાનો રાજા,સર્વે માયા ત્યાગી દીની…ટેક
મિટ્યા માન.મન ભયા નિર્મળા,ગોરખ કી ગુરુ દીક્ષા લીની,
આશા તૃષ્ણા એકે નહીં ઉરમાં,સદગુરુ ચરણે વૃત્તિ દીની…દેખો ભરથરી (1)
નાથ નવાજ્યા,દીયા નીજ ભેદા,લાગ્યા ધ્યાન ધુન ત્રિવેણી,
બાજ્યા નાદ ગગનમાં ઘુમ્યા,શ્રવણે સુણી મોરલી ઝીણી….દેખો ભરથરી (2)
છૂટ્યા આપા,જપ્યા અજંપા,નહીં વરણા વરણી નહીં ભીના ભીની,
અમર અતિતા ,સબ જુગ જીત્યા,સચરાચર વસ્તુ ચીની…દેખો ભરથરી (3)
રામ હી રામને,રામ રંગ રાતા,મતા અગાધને અનંત રેણી,
કહે ‘રવિરામ’ સોઇ અકળ પુરૂષ હે,સમ્યા સ્વપ્નને મિટ ગઇ રૈની…દેખો ભરથરી (4)
અંહિથી આ ભજનની MP3 FILE ડાઉનલૉડ કરો ….