BEST LAGNA GEET
LAGNA GEET:03
NANAVATI RE SAJAN BETHU MANDAVE……
લગ્નગીત આપણો વારસો
લગ્નગીત-03
નાણાવટી રે સજન બેઠું માડવે……
નાણાવટી રે સાજન બેઠું માડવે,
લાખોપતિ રે સાજન બેઠું માંડવે…..
જેવા ભરી સભાના રાજા,એવા વરરાજાના દાદા,
નાણાવટી રે સાજન બેઠું માંડવે ,લાખોપતિ રે સાજન બેઠું માડવે…(1)
જેવી ફુલડીયાની વાડી,એવી વરરાજાની માડી
નાણાવટી રે સાજન બેઠું માંડવે ,લાખોપતિ રે સાજન બેઠું માડવે…(2)
જેવા અતલસના તાકા,એવા વરરાજાના કાકા,
નાણાવટી રે સાજન બેઠું માંડવે ,લાખોપતિ રે સાજન બેઠું માડવે…(3)
જેવી લીલુડા વનવા આંબા,એવા વરરાજાના મામા,
નાણાવટી રે સાજન બેઠું માંડવે ,લાખોપતિ રે સાજન બેઠું માડવે…(4)
જેવા હાર કેરા હિરા,એવા વરરાજાના વીરા,
નાણાવટી રે સાજન બેઠું માંડવે ,લાખોપતિ રે સાજન બેઠું માડવે…(5)
જેવી ફુલડીયાની વેલી,એવી વરરાજાના બેની,
નાણાવટી રે સાજન બેઠું માંડવે ,લાખોપતિ રે સાજન બેઠું માડવે…(6)
લગ્નગીતો,ગુજરાતી ગીતો,SANTVANI DHAM,