GUJARATI LAGN GEET
LANG GEET:2
VANARA TE VAN MA MINDHOL JA JA…..
ગુજરાતી લગ્નગીત
લગ્નગીત -2
વનરા તે વનમાં મિંઢોળ જા જા…….
વનરા તે વનમા મિંઢોળ જા જા,
મિંઢોળ પરણેને ઝાડવા બાળ કુંવારા રે…
હું તમને પુછું મારા વીરા રે અંતરીયા,
આવડા તે લાડ તમને કોણે લડાવ્યા?
દાદાજીનાં તેડ્યા અમે શીમડીયેરી આવ્યાં,
આવડા તે લાડ અમને દાદાએ લડાવ્યાં…વનરા તે..(1)
હું તમને પુછું મારા વીરા રે અંતરીયા,
આવડા તે લાડ તમને કોણે લડાવ્યા?
કાકાજીનાં તેડ્યા અમે માડવડે આવ્યાં,
આવડા તે લાડ અમને કાકાએ લડાવ્યાં…વનરા તે..(2)
હું તમને પુછું મારા વીરા રે અંતરીયા,
આવડા તે લાડ તમને કોણે લડાવ્યા?
મામાજીનાં તેડ્યા અમે માયરામાં આવ્યાં,
આવડા તે લાડ અમને મામાએ લડાવ્યાં…વનરા તે.. (3)
વનરા તે વનમા મિંઢોળ જા જા,
મિંઢોળ પરણેને ઝાડવા બાળ કુંવારા રે…
પ્રાચીન લગ્નગીત,ગુજરાતી લગ્નગીત,SANTVANI DHAM,BEST LAGN GEET