BEST GAZAL GUJARATI
GAZAL-09
KAHI DYO KOI KAL NE …..
સંતવાણી – ગઝલ
ગુજરાતી ગઝલ
કહી દયો કોઇ કાળને…..
કહી દયો કોઇ કાળને,આડો ફરે નહીં,
મરવાથી જે બચ્ચા,કોઇના માર્યા મરે નહીં…કહી દયો કોઇ…(1)
જાણી લીધું જીગર, તમારું બાગ મહીં છે,
પણ કોણે કહ્યું કે હસવાથી,ફુલડાં ઝરે નહી…કહી દયો કોઇ…(2)
છે અણબનાવ પહેલેથી,લોહ અને ચકમકને,
પણ કોણે કહ્યું કે બેઉ મલવાથી,ચકમક ઝરે નહી…કહી દયો કોઇ…(3)
નાઝીર પ્રભુના નામથી, પાપી પણ પાવન થાય છે,
કળયુગમાં નહીં તો કોઇ દી,પથરા તરે નહી…કહી દયો કોઇ..(4)
કહી દયો કોઇ કાળને,આડો ફરે નહીં,
મરવાથી જે બચ્ચા,કોઇના માર્યા મરે નહીં…કહી દયો કોઇ…
ગઝલ, નઝીરની ગઝલો,SANTVANI DHAM,NAZIR NI GAZAL