EVA RASILA NAIN VIN BIJE – GUJARATI BHAJAN LYRICS
એવાં રસીલા નૈન વિન બીજે – ગુજરાતી સંતવાણી ગીત
રચનાઃ દાસ સત્તાર બાપુ
આ ભજન દાસ સત્તારનું છે,જેમાં તેમને એક સદગુરૂને અમૃતમય ભાવનાનાં પ્રેરક બતાવ્યાં છે,તેમણે એવું અંહી પ્રસ્તૃત કર્યું છે કે કોઇ એવાં નિર્મળ અને પવિત્ર માનવ મળી જાય તો હમેંશા એક આનંદની અનુભુતિ થતી હોય છે.હમેંશા સજ્જન માણસનો સંગડો એક રીતે હરી દર્શનની પુર્તતા કરવે છે.ખુબજ સુંદર શબ્દો વડે આ એક ગઝલ પ્રકારે સત્તાર બાપુએ રજુઆત કરી છે.
આ ભજનને અંહીથી ડાઉનલૉડ કરો.
સ્વરઃ શૈલેષ મહારાજ
એવા રસીલા નૈન વિણ ,બીજે હ્રદય ઘવાય કયાં,
ઋણી બનીને આપના,બીજે હવે જવાય કયાં……. ટેક
જો જો અમારી પ્રીતડી ,અંત સુધી નિભાવજો,
દ્વાર તમારું છોડી, દિવાના દિલડાં જાય કયાં …. એવા રસીલા નૈન …
પ્યાસી તમારા પ્રેમના,આવી ઉભાં છે બારણે,
પ્રેમ સુરા વિણ હે સનમ, પ્યાસી હ્રદય ધરાય ક્યાં …… એવા રસીલા નૈન ……
તારો હ્રદયમાં વાસ છે,સર્વ સ્થળે પ્રકાશ છે,
ગેબી અવાજ થાય છે, દ્વારે અથડાય કયાં …… એવા રસીલા નૈન ……
જોયું જગે ફરી ફરી, પાસે મળ્યા છો શ્રી હરી,
જ્ઞાની ગુરૂ મળ્યા વિના, સત્તાર યોગ થાય કયાં …… એવા સરીલા નૈન
આ ભજનની MP3 FILE અંહીથી ડાઉનલૉડ કરો.
GUJARATI BHAJAN LYRICS , SANTVANI BHAJAN SONG
KANUDO KALO KALO – કાનુડો કાળો કાળો રાધા