DHIRE THI VAT CHHEDI NE – SANTVANI GAZAL
ધીરેથી વાત છેડીને વદન પર – ગુજરાતી ગઝલ સંતવાણી
રચનાઃ નઝીર દેખૈયા
આ ગઝલને અંહીથી સાંભળો.
સ્વરઃનારાયણ સ્વામી
ધીરેથી વાત છેડીને વદન પર મીટ માંડે છે,
વીંઝીને વીંઝણો કોઇ અગન પર મીટ માંડે છે ….. ટેક
ખુદાયા ખેર ચાહું છું, સિતારા ચાંદ સુરજની,
અગન ઝરતાં નયન આજે, ગગન પર મીટ માંડે છે ….. ધીરેથી વાત
ઠરીને ઠામ થાવાનું નથી ઠેકાણું બુલબુલને,
પળે પળ પારધી એના સદન પર મીટ માંડે છે ….. ધીરેથી વાત
હજુ પણ શું કસર રહી ગઇ જુલ્મ કરવામાં,
જનાજા પાસ આવી એ કફન પર મીટ માંડે છે ….. ધીરેથી વાત
જગતની દ્રષ્ટ્રીએ નાઝિર નિહાળે છે ફક્ત તમને,
હક્કિતમાં તો એ ચૌદ ભવન પર મીટ માંડે છે ….. ધીરેથી વાત
આ ગઝલની MP3 FILE અંહીથી ડાઉનલૉડ કરો.
GUJARATI GAZAL LYRICS,SANTVANI DHAM BHAJAN LYRICS GUJARATI
MAMATA MARE NAHI ENU – મમતા મરે નહીં એનું…