MAYA NA MOH MA PRANI – GUJARATI BHAJAN LYRICS
માયાના મોહમાં પ્રાણી – સંતવાણી ભજન
રચનાઃ દાસ નારણ
માયાના મોહમાં પ્રાણી,ભજનને સાવ ભુલ્યો છે,
પ્રવૃત્તિ પાપમાં પ્રાણી,ભજનનો ભાવ ભુલ્યો.
દોડે છે રાતને દાડો,પાડે છે ખાબકી ધાળો,
કરી જંજાળ જીવનમાં,જાજેરો ઝેર ગાળ્યો છે.
જબરી છે જીવને આશા,જ્યાં સુધી આ દેહમાં શ્વાસા,
મોટપને માન પામીને,ફોકટ તું સિદ ફુલ્યો છે.
કરો જગ જીવન સે પ્રિતી,મિટે મદ લોભની ભિતી,
ભરોસો ભજનનો રાખો,દુબધામાં કેમ ડુબ્યો છે.
નારાયણ નિત છે જાણો.મિથ્યા છે માયાની જાળો,
તારો ભવપાર ત્રિકમજી,તારાથી તાર જોડ્યો છે.
આ ભજનની MP3 FILE અંહીથી ડાઉનલૉડ કરો.
CLICK TO DOWNLOAD
SANTVANI BHAJAN SONG GUJARATI,SANTVANI DHAM
APARAM PAR PRABHU – અપરમ પાર પ્રભુ અવગુણ