KATHAN CHOT CHHE KAL NI RE…… GUJARATI BHAJAN
કઠણ ચોટ છે કાળની રે……ગુજરાતી ભજન સંગ્રહ
રચનાઃ દાસ ધીરો
કઠણ ચોટ છે કાળની રે , મરણ મોટેરા માર,
કૈક રાજાને કંઇક રાજીયા, હાં રે મેલી હાલ્યા સંસાર….
હેતે હરીનો રસ પીજીયે…..
સંસાર ધુમાડાનો બાચકો રે, સાથે આવે નહી કોઇ,
રંગ પતંગનો ઉડી જાશે, હાં રે જેમ આંકડાનું નૂર…
હેતે હરીનો રસ પીજીયે….
માળી વીણે રૂડા ફુલડા, કળિયું કરે છે વિચાર,
આજનો દિવસ રળિયામણો,કાલે આપણે સીર ઘાત…
હેતે હરીનો રસ પીજીયે….
કોના છોરું ને કોના વાછરૂ રે, કેનાં માં ને બાપ,
અંત કાળે જાવું જીવને એકલું,હાં રે સાથે પુણ્ય ને પાપ…
હેતે હરીનો રસ પીજીયે…
જન્મયા તે સર્વે જશે,નથી કાયમ રહેનાર,
મરનારને તમે શું રોવો, હાં રે નથી રોનાર રહેનાર…
હેતે હરીનો રસ પીજીયે….
દાસ ધીરો રમે સંગમાં,રમે દિવસને રાત,
હું અને માંરું મિથ્યા કરો, હાં રે રમો પ્રભુની સંગાથ…
હેતે હરીનો રસ પીજીયે….