JAGAT NI RIT JUDI CHHE RE -BHAJAN SANTVANI
જગતની રીત જુદી છે રે,કેમ કરી સમજાય – ભજન સંતવાણી
રચનાઃકવિ દાદ બાપુ
આ ભજનને અંહીથી સાંભળો.
સ્વરઃ પ્રવિણદાન ગઢવી
Audio Player
જગતની રીત જુદી છે એને કેમ કરી સમજાય,
સમજુને બધું સવળું લાગે ગભરૂડા ગુંચવાય…….ટેક
બાજ ઝપાટે ચડી જાય બાપડાં,છોગાળા છટકી જાય,
કાગડાના કદી કારસે આવે નહીં, ચકલાં ચુંથાઇ જાય ….. જગતની રીત
તરસ્યા હોય એને તડકામાં, ઝાંઝવા નદિયું જણાય,
સિંહ શિયાળિયા છેતરાયે નહિ, હરણાં છેતરાય જાય….. જગતની રીત
રાંકા કોઈનું બગાડે નહી,ને મુત્સદી મારી ખાય,
હરાડા કોઈના હાથ આવે નહિ, પાળેલ પરોણા ખાય……જગતની રીત
શ્વાનના ઘેર પણ સર્જનહાર તારે, આવડો ક્યા અન્યાય,
પાપી નરની પડખે ચડે નહિ, રાંક ને કરડી ખાય…..જગતની રીત
‘દાદ’ કયે ઠાલાને તરતા દીઠ્યા, ભરેલા ડૂબી જાય ,
નીતિ નાં ખોટા ઘામાં ન આવે, સોજા સલવાઈ જાય…….. જગતની રીત
આ ભજનની MP3 FILE અંહીથી ડાઉનલૉડ કરો…