KACHCHH NA KAVADIYA TARI….GUJARATI BHAJAN LYRICS
કચ્છના કાવડીયા તારી…..ભજન સંગ્રહ બુક
રચનાઃ ભારતી દાદા
કચ્છના કાવડીયા તારી કાવડમાં છે રિદ્ધી ભારી,
તરસ્યાને મીઠા પાણી,ભુખ્યાને અન્નની લાણી,
લાલિયાને મોતિયાની, કિધી છે અમર કહાણી….તરસ્યાને મીઠા (1)
ઘ્રંગને ધુણો દાદા,ધરતી માથે ધમ ધમે,
સાધુ સેવકો,આવી તારે ચરણે નમે…તરસ્યાને મીઠા (2)
આશાૈપુરા માવડીની,મેકાજીને મેર ઘણી,
ળીધું ત્રિશુલ દાદે , લીધી છે ચુંદડી….તરસ્યાને મીઠા (3)
પાણીની પખાલુંમાં, દાદા ગંગાજી સમાણાં,
કાળે ઉનાળે દાદા, ખૂટ્યાં નહી પખાલે પાણી….તરસ્યાને મીઠા (4)
લાલિયાને મોતિયાની મર્યાદા રાખી ઘણી,
ભારતી દાદાને ચરણે,શોભે છે તેમની સમાધિ…તરસ્યાને મીઠા (5)
તરસ્યાને મીઠા પાણી,ભુખ્યાને અન્નની લાણી,
લાલિયાને મોતિયાની, કિધી છે અમર કહાણી….તરસ્યાને મીઠા