MUL RE VINA NU KAYA ZADAVU – SANTVANI BHAJAN
મુળ રે વિનાનું કાયા ઝાડવું – ભજન સંતવાણી
રચનાઃ સંત શ્રી ખીમ સાહેબ
આ ભજનને અંહીથી સાંભળો.
સ્વરઃનારાયણ સ્વામી
મુળ રે વિનાનું કાયા ઝાડવું,
એ જી એને પડતાં નહી લાગે વાર …..ટેક
એને પુણ્ય રૂપી ખાતર પુરજો,
એ જી એના મુળ રે જાય પાતાળ …. મુળ રે વિનાનું ….
એમાં સત્ય રે રૂપી જળ સીંચજો,
જેની નૂરત સૂરત પનિહારી ….. મુળ રે વિનાનું …..
એ જી એમાં શીલને સંતોષ ફળ હુવા,
એ જી ઇ તો અમર ફળ જેવા હોય …… મુળ રે વિનાનું …
ખીમ રે કહે રવિ ભાણને પ્રતાપે,
એ જી તમે પ્રભુ ભજી ઉતરો ભવ પાર …. મુળ રે વિનાનું ….
આ ભજનની MP3 FILE અંહીથી ડાઉનલૉડ કરો…
SANTVANI GUJARATI , BHAJAN LYRICS GUJARATI
SAT NA DHINGANE SANTO – સતના ધિંગાણે સંતો