UPAKARI ENA ATAMA HO – GUJARATI BHAJAN LYRICS
ઉપકારી એનો આતમા હો – ભજન ગીત
રચનાઃ કવિ દુલા ભાયા કાગ
આ ભજનને અંહીથી સાંભળો.
સ્વરઃમાયાભાઇ આહિર
Audio Player
એ જી ઓલ્યા ઝાડવાં પોતાના ફળ નથી ખાતાં રે,
ઉપકારી એના આતમા હો ….. ટેક
વનવગડામાં જાતી ઘાસ મુખે ચરતી,
એજી ઓલી ગાવડી પોતાના દુધ નથી પીતી રે ,
ઉપકારી એના આતમા હો ……
અંગડા ખેડાવીને કણ નિપજાવતી,
એજી ઓલી ધરતી પોતાના કણ નથી ખાતી રે ,
ઉપકારી એના આતમા હો ……
રતન રૂપાળાં દિયે મોંઘા મૂલવાળા,
એ જી ઓલ્યો દરીયો ન પહેરે મોતીડાંની માળા રે,
ઉપકારી એનો આતમા રે હો ……
કાગ ઓલ્યો બ્રાહ્મણ ભાઇ ખંભે છે ઉચાળા,
એ જી એને કરવી છે દુનિયાની સેવા રે …….
ઉપકારી એનો આતમા રે …….
આ ભજનની MP3 FILE અંહીથી ડાઉનલૉડ કરો.
CLICK TO DOWNLOAD
ગુજરાતી ભજન ગીત,સંતવાણી ધામ,SANTVANI BHAJAN
EKAGR CHITT KARI SAMBHALO-એકાગ્ર ચિત્ત કરી