JUGATI TAME JANI LEJO PANBAI – PRACHIN SANTVANI
જુગતી તમે જાણી લેજો પાનબાઈ – પ્રાચીન ભજન
રચનાઃ ગંગાસતી
જુગતી તમે જાણી લેજો પાનબાઈ,
મેળવો વચનનો એક તાર,
વચન રૂપી દોરમાં સુરતાને બાન્ધો,
ત્યારે મટી જશે જમનો માર,
ભાઈ રે જુગતી જાણ્યા વિના ભગતિ નહીં શોભે…. ટેક
જુગતી જાણ્યા વિના ભગતિ નહીં શોભે,
મરજાદ લોપાઈ ભલે જાય,
ધરમ અનાદિયૌ જુગતીથી ખેલો,
જુગતીથી અલખ તો જણાય…… જુગતી તમે……
જુગતીથી સેજે ગુરુપદ જડે પાનબાઈ,
જુગતીથી તાર જોને બંધાય,
જુગતી થી ત્રણ ગુણ નડે નહીં,
જુગતીથી જાણે તો પાર પહોંચી જાય… જુગતી તમે….
જુગતે જાણી તેને અટકાવનાર નવ મળે,
તે તો હરિ જેવા બની રે સદાય,
ગંગા રે સતી એમ બોલિયા,
તેને તો નમે જગતમાં બધાય…. જુગતી તમે….