PRABHATIYU-DIN RE UGYO DAMODARA….
પ્રભાતિયું-ભજન-દિન રે ઉગ્યો દામોદરા…….
રચનાઃથાર્યો ભગત
CLICK TO DOWNLOAD MP3 FILE
દિન રે ઉગ્યો દામોદરા,ઉઠો મારા આનંદદાતા,
નારાયણ જાગો નિંદથી પો ફિટી પ્રભાતા….દિન રે ઉગ્યો (1)
કોકીલા વનમાં કિલ્લોલ કરે, કમળ ખીલે સુંગધ સુહાતા,
પૂર્વ દિશામાં પ્રકાશ ભયો,નભમાં તારા છુપાતા….દિન ઉગ્યો (2)
બાલક બછડાં સૌ સુખી થયાં,માનથી ધવરાવે માતા,
જંગલમાં જુઓને જાદવા,ચકવા રંગમાં રાતા…દિન રે ઉગ્યો (3)
માંગણ સૌ મોજું દીયે, જે જે જેના ગુણલા ગાતા,
વહાલા હવે ઘણો વિલંબ થયો,દર્શન કેમ નથી થાતાં…દિન રે ઉગ્યો (4)
ઝાઝો રે સમય આ જીવન ના ટકે, ઝડપથી દિવસો જાતા,
થાર્યો કહે ઉઠો દર્શન દીયો, જમા કરો કર્મના ખાતા…દિન રે ઉગ્યો (5)
દિન રે ઉગ્યો દામોદરા,ઉઠો મારા આનંદદાતા,
નારાયણ જાગો નિંદથી પો ફિટી પ્રભાતા….દિન રે ઉગ્યો
SANTVANI DHAM, GUJARATI BHAJAN LYRICS
KACHCHHI BHAJAN-PRACHIN SANTVANI BHAJAN