GUJARATI BHAJAN LYRICS – ANASUYA NE ANGANE
સતી અનસુયાજી ને આંગણે આવ્યા – ભજન ગીત
સતી અનસુયાજી ને આંગણે આવ્યા,
બ્રહ્મા વિષ્ણુ મહેશ….
ત્રણ ત્રણ દેવો સતીને દ્વારે ઊભા આવી સંગ,
સતીજી અમને ભિક્ષા આપો આપો ઉઘડે અંગ…..
પતિવ્રતા સતી ધ્યાન ધરે છે પતીનું તત્કાળ,
જળ ભરીને અંજલિ છાંટી દેવો ને સીધા બાળ…..
બાળ સ્વરૂપે ખોળે લેતાં હેતે હાલરડાં ગાય,
હુલવે ઝુલવે હિંડોળામાં દોરી તાણે અત્રીરાય……
દેવ ને શોધતા આવી દેવીઓ આકુળ વ્યાકુળ થાય,
સતી અમારા નાથને આપો લળી લળી લાગીએ પાય…
પારણે પોઢ્યા ઓળખો પતિ એ છે તમારા પ્રાણ,
દેવી કહે સુઝ પડે ના આપો તમે ઓળખાણ….
ધરતી માથે મહા સતી છે સાચી ઠરી એ વાત,
બાળકો માથે અંજલિ છાંટી દેવ ઉભા શાક્ષાત……