SHYAM VINA NAHI KOI – SANTVANI BHAJAN
શ્યામ વિના નહી કોઇ સગો….ભજન સંતવાણી
રચનાઃ કવિ આલ
શ્યામ વિના નહીં કોઈ સગો,
આ દુનિયા દેશે દગો રે….. ટેક
ખોટા તારા માલ ખજાના,
રહેશે નહીં એ થશે રવાના,
જમડા આવીને તાણિ જવાના,
પકડી તારો પગો….. શ્યામ વિના નહીં…
જગાડે સંતો જલ્દી જાગો ભુડા,
કામથી છેટા ભાગો,
તન મન ધનથી પાપને ત્યાગો,
લોભને કાઢવા લગો….. શ્યામ વિના નહીં….
લઈ શકે તો નામ જ લેજે,
દામ જો હોય તો દિનને દેજે,
રાત-દિ નીતિ ઉપર રહેજે,
અનીતિથી અગો…. શ્યામ વિના નહીં
મોહન જેવો નહિ કોઈ માયાળુ,
કહે ‘આલ’ હરિ છે કૃપાળુ,
દયા કરશે દિન દયાળુ,
તમે માફી એની મગો….. શ્યામ વિના નહીં