GUJARATI GAZAL – SANTVANI
GAZAL-08
DIVANA DIL TANI VATO
ગઝલ
દિવાના દિલ તણી વાતો…..
દિવાના દિલ તણી વાતો,
જગતના લોક શું જાણે,
બાહિરથી વેશ બહુરૂપી,
કહો પછી કેમ પિછાણે….ટેક
ઉપર દેખાવના ગાંડા,
ભીતર ડહાપણ ભરેલા એ,
અમર આનંદની મોજુ,
સદા અંતર મહી માણે…દિવાના દિલ (1)
ડહાપણમાં દુઃખ દેખાયું,
ગાંડપણું ગળ્યું લાંગ્યું,
એવી મતલબ દિવાનાની,
ગતિને કોઇ શું જાણે…દિવાના દિલ (2)
જગતની છે નહી પરવા,
ધરા ધન ધામ શું કરવા,
જાણ્યું જેણે બધું જુઠું,
વેદનાં વાક્ય પરમાણે…દિવાના દિલ (3)
કહે છે ‘લાલ’ એ જાણે,
બીજો માલિક પીછાણે,
ઝવેરી કોઇ અગર જાણે,
પડેલું રત્નએ ખાણે….દિવાના દિલ (4)
SANTVANI DHAM , BHAJAN SANTVANI