SANT TRIKAMDAS NI SAKHI – BEST SAKHI
ત્રિકમદાસની સાખીઓ
રચનાઃ સંત ત્રિકમદાસજી
ધારે તેને ઢુકડા, દલ હિણા થી દુર,
જે સંતન કી નિંદા કરે, જાહેર પાણીને પૂર…..(૧)
ધારે તેને ઢુકડા, દલ હીણા થી દુર,
ખીમ સાહેબ કા બાલકા, ભાળ્યા તા ભરપૂર …..(૨)
ધારે તેને ઢુકડા, રાખે જે વિશ્વાસ,
ખીમ સાહેબ કા બાલકા, બોલ્યા ત્રિકમદાસ……(૩)
બાના દેખી નમણા, નહિ કેણી કા કામ,
તરવર માં કાંટો ભયો છાયામાં સુંદર શ્યામ…..(૪)
મધ્યમ હોકર ઉપર ચલે, ઉત્તમ જીવકે પાસ,
વચન માને, સનમુખ રેવે, કહેવે ત્રિકમદાસ……(૫)
રામ લંકા પર સંચર્યા,આઢાર દળ સાથ,
તેદી સૈન્યમાં છડીદાર, એમ બોલ્યા ત્રિકમદાસ……(૬)
SANTVANI BHAJAN,BHAJAN LYRICS
CHHAI GHATA GHANGHOR SAKHI-BHAJAN SONG