HU TO AAPADA ONE SADA – SANTVANI GAZAL
હું તો આપદાઓને સદા – ગુજરાતી ગઝલ
રચનાઃ અનામી
હું તો આપદાઓને સદા ઉપકાર માનું છું,
કોઈ કાંટા ગણે દુઃખને હું ફુલહાર માનુ છુ…… ટેક
મળ્યો છે દર્દ કાયાને મને વરદાન લાગે છે,
કરમને તોડવાનુ એ રીતે આસન લાગે છે,
દર્દનો શાંત ભાવે હું સદા ઉપકાર માનું છું….. હું તો આપદાઓને…..
ગરીબી લાભકારી છે વિચારે જો હૃદય સાચું,
બચે જે પાપથી આભા અમોરીમાં જે સર્જાતું,
મળી ના સાહેબ મુઝને પ્રભુ નો પાર માનું છું…. હું તો આપદાઓને….
નથી કોઈ સ્વજન મારું મને એની ખુશાલી છે,
રહે છે મન સમાધિમાં મજા એની નિરાલી છે,
ઉપેક્ષા જગ કરે મારી તો હું આભાર માનું છું….. હું તો આપદાઓને……