ABHYAS JAGYA PACHI – GUJARATI BHAJAN LYRICS
અભ્યાસ જાગ્યા પછી – ગંગાસતીનું ભજન
રચનાઃ ગંગાસતી
અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં,
ન રહેવું ભેદ વાહિની સાથ,
કાયમ રહેવું તમારે એકાંતમાં ને,
માથે સદગુરુનો હાથ…… અભ્યાસ જાગ્યા પછી…….
તીરથ વૃત કરવા નહીં,
ન કરવા સદગુરૂના કર્મ,
આવી ખટપટ છોડી દો પાનબાઈ,
ત્યારે જણાશે માયલો મર્મ……. અભ્યાસ જાગ્યા પછી……
હરીમય જ્યારે જગત જણાયું પાનબાઈ,
ત્યારે પ્રપંચથી રહેવું અતી દૂર,
મોહને મમતા તમારે છોડી દેવા,
પછી હરિને ભાળવા ભરપૂર…… અભ્યાસ જાગ્યા પછી……
મેળાને મંડપ કરવા નહીં પાનબાઈ,
એ બધા અધૂરિયા ના કર્મ,
ગંગાસતી એમ બોલિયા પાનબાઈ,
જો જોવા હોય પરિપૂર્ણ રામ……. અભ્યાસ જાગ્યા પછી…..